પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ લશ્કરી હાજરી
વધારવાનો નિર્ણય લીધો છે. ઇઝરાયેલ દ્વારા હમાસ અને હિઝબુલ્લાના નેતાઓ પર
તાજેતરના હૂમલાના જવાબની સંભાવનાને પગલે પશ્ચિમ એશિયામાં હિંસાની
સંભાવના છે ત્યારે અમેરિકાએ આ પગલું લીધું છે.
ગઈ કાલે એક નિવેદનમાં અમેરિકન સંરક્ષણ વિભાગે જણાવ્યું છે કે,
સંરક્ષણ મંત્રી લોઇડ ઓસ્ટીને યુરોપિયન અને પશ્ચિમ એશિયાના પ્રાંતમાં વધારાની બેલેસ્ટિક મિસાઇલ અને ક્રુઝર્સનો ઓર્ડર આપ્યો છે અને જમીન આધારિત વધુ
બેલેસ્ટિક મિસાઇલો મોકલવાનાં પગલાં લઈ રહ્યું છે.