ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 31, 2025 9:43 એ એમ (AM)

printer

પવિત્ર રમઝાન મહિનાની સમાપ્તિ સાથે આજે દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે

પવિત્ર રમઝાન મહિનાની સમાપ્તિ સાથે આજે દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે શ્રધ્ધાળુઓ ઈદગાહ અને મસ્જિદોમાં ઈદની નમાજ પઢશે. દિલ્હીમાં જામા મસ્જિદ, ફતેહપુરી મસ્જિદ અને શાહી ઈદગાહ સહિતની મસ્જિદોમાં શ્રધ્ધાળુઓ નમાજ પઢશે.રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ લોકોને ઈદ-ઉલ-ફિત્રની પૂર્વસંધ્યાએ શુભેચ્છાઓ આપી છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ એક સંદેશમાં જણાવ્યું કે, ઈદ-ઉલ-ફિત્ર પવિત્ર રમઝાન મહિના દરમિયાન ઉપવાસ અને પ્રાર્થનાના સમાપનને ચિહ્નિત કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આ તહેવાર ભાઈચારા, સહકાર અને કરુણાની ભાવનાને મજબૂત કરે છે.ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું કે, ઈદ સાંસ્કૃતિક વિવિધતા અને વ્યક્તિઓને જોડતા સામાન્ય બંધનમાંથી મેળવેલી શક્તિની યાદ અપાવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ