ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 4, 2025 7:47 પી એમ(PM)

printer

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ- 2025નું આયોજન કરાશે

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ- 2025નું આયોજન કરાશે. રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આગામી 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન આ મહોત્સવનું આયોજન કરાશે. જેમાં શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળશે.
મહોત્સવના આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં કલેકટર દ્વારા વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરી અંગે સમીક્ષા તથા જરૂરી સૂચનો કરાયા હતા. જેમાં 500થી વધુ બસનું સંચાલન, સ્વચ્છતા, પાણી અને પાર્કિંગની વ્યવસ્થા, પ્રચાર-પ્રસાર વગેરે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ