પવન ઊર્જામાં ગુજરાત હવે સમગ્ર દેશમાં નંબર વન રાજ્ય બની ગયું છે. પવન ઊર્જા એટલે કે વિન્ડ એનર્જી દ્વારા વીજળી ઉત્પન્ન કરવાની ગુજરાતની ક્ષમતા હવે ૧૨ હજાર ૧૩૩ મેગાવોટ પર પહોંચી છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં રાજ્ય સરકારે પરંપરાગત-રિન્યુએબલ એનર્જીમાં ૧૦૦ ગીગાવોટની ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે.
રાજ્યના દરેક જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રમાં રૂફટોપ સોલારને અપનાવવા સોલાર વિલેજનું નિર્માણ કરાશે. આ સોલાર વિલેજના નેજા હેઠળ વપરાશ પછી બાકીની વીજળીનું વેચાણ કરી રૂફટોપ સોલાર ધરાવતા તમામ પરીવારો વધારાની આવક મેળવી શક્શે. રહેણાંક વિસ્તારમાં આ યોજના થકી કુલ ૩,૦૦૦ મેગાવોટ જેટલી સૌર ઊર્જા ક્ષમતામાં વધારો થશે. જેના પરિણામે રાજ્યના અંદાજીત ૧૭ હજારથી વધુ નાગરિકોને રોજગારી પણ મળશે.
Site Admin | ઓગસ્ટ 17, 2024 7:53 પી એમ(PM)