રાજ્યના 18 જિલ્લાઓ અને પાંચ મહાનગરપાલિકામાં ગઈકાલથી શરૂ થયેલા પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત જન્મથી પાંચ વર્ષના બાળકોને બે ટીંપા પોલિયોના પીવડાવવામાં આવી રહ્યા છે.
તાપી જિલ્લામાં ગઇકાલથી ચાલી રહેલા પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત પહેલા જ દિવસે 93.47% નો લક્ષ્યાંક હાંસલ થયો છે. તાપી જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ૬૭ હજાર ૫૦૦ બાળકોનાં લક્ષ્યાંક સામે આજે ૬૩ હજાર ૯૧ બાળકોને પોલિયોની રસી આપવામાં આવી છે.
બોટાદ જિલ્લામાં 367 બુથ, 757 ટીમ, 75 સુપરવાઇઝર અને એક હજાર 538 ટીમના સભ્યો દ્વારા પોલિયોની રસીના ટીપાં પીવડાવવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આજથી 11 ડિસેમ્બર સુધી ઘરે ઘરે જઈને બાકી રહી ગયેલ જન્મથી 5 વર્ષ ના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે.
Site Admin | ડિસેમ્બર 9, 2024 3:39 પી એમ(PM)
પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત જન્મથી પાંચ વર્ષના બાળકોને બે ટીંપા પોલિયોના પીવડાવવામાં આવી રહ્યા છે
