ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 25, 2024 7:52 પી એમ(PM)

printer

પર્થમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયા વિરુધ્ધ 295 રનથી ભવ્ય વિજય મેળવ્યો છે

પર્થમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયા વિરુધ્ધ 295 રનથી ભવ્ય વિજય મેળવ્યો છે. આ જીત ભારતની સૌથી મોટી જીતમાંની એક છે.
ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. બુમરાહને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો.
વિરાટ કોહલીની અણનમ સદી અને યશસ્વી જયસ્વાલનાં 161 રનની શાનદાર ઇનિંગની મદદથી ભારતે યજમાન ટીમ સામે 534 રનનો વિશાળ લક્ષ્ય મૂક્યો હતો.
આ ભવ્ય વિજય સાથે ભારત 61.1 ટકા અંક સાથે આઇસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપનાં ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 57.69 ટકા અંક સાથે બીજા સ્થાને ઉતરી ગયું છે.
આ જીત સાથે ભારત પાંચ મેચની શ્રેણીમાં 1 શૂન્યથી આગળ છે. બીજી ટેસ્ટ છઠ્ઠી ડિસેમ્બરે એડિલેડ ઓવલમાં શરૂ થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ