પર્થમાં આજથી શરૂ થયેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતનો પ્રથમ દાવ એકસો પચાસ રને સમેટાઇ ગયો હતો. ટોસ જીતીને પહેલા બેટીંગ લેવાનો નિર્ણય કેપ્ટન બૂમરાહ માટે ખોટો સાબિત થયો હતો..
ટીમ ઇન્ડિયાના ટોચના ખેલાડીઓ નિષ્ફળ રહ્યા હતા. નવોદીત નિતિશકુમાર રેડ્ડી સૌથી વધુ 41 રન કરી શક્યો હતો જ્યારે પંતે 37 અને કે એલ રાહુલે 26 રન કર્યા હતા. જ્યારે અન્ય ખેલાડીઓ નિષ્ફળ નિવડ્યા હતા. ઓસ્ટ્રેલિયાના બોલર હેઝલવુડે ચાર અને કમિન્સ, માર્શ અને સ્ટાર્કને બે-બે વિકેટો મળી હતી. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ઓસ્ટ્રેલિયાએ ભારતના 150 રનના જવાબમાં ઝીરો વિકેટ 13 રન કર્યા હતા.
Site Admin | નવેમ્બર 22, 2024 2:32 પી એમ(PM) | ક્રિકેટ