પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ‘પરીક્ષા યોદ્ધાઓ’ જે સૌથી સામાન્ય વિષયો પર ચર્ચા કરવા માંગે છે તેમાંથી એક વિષય માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીનો છે. શ્રી મોદીએ સોશિયલ મિડીયા પોસ્ટમાં કહ્યું કે, આ વર્ષની પરીક્ષા પે ચર્ચામાં આ વિષય પર ખાસ એપિસોડ તૈયાર કરવામાં આવ્યો છે, જે આવતીકાલે 12 ફેબ્રુઆરીએ પ્રસારિત થશે. આ વિષય પર અભિનેત્રી દિપીકા પદુકોણ વાત કરશે.
પ્રધાનમંત્રીએ દરેક વ્યક્તિને પરીક્ષા પે ચર્ચા 2025ના તમામ આઠ એપિસોડ જોવા અને પરીક્ષા યોદ્ધાઓને પ્રોત્સાહિત કરવા વિનંતી કરી.
Site Admin | ફેબ્રુવારી 11, 2025 7:44 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
‘પરીક્ષા યોદ્ધાઓ’ જે સૌથી સામાન્ય વિષયો પર ચર્ચા કરવા માંગે છે તેમાંથી એક વિષય માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીનો છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
