ઉત્તરપ્રદેશ જાહેર સેવા આયોગે જણાવ્યું છે કે, સમીક્ષા અધિકારી અને મદદનીશ સમીક્ષા અધિકારી પરીક્ષા તેમજ પ્રાન્તીય નાગરિક સેવા પ્રારંભિક પરીક્ષાઓની પવિત્રતા અને ઉમેદવારોની સુવિધા તેમની પ્રાથમિકતા છે. આયોગે જણાવ્યું કે, પરીક્ષાઓ સર્વોચ્ચ અદાલતના દિશા-નિર્દેશ અનુસાર યોજાઈ રહી છે. અનેક ઉમેદવારોએ સમીક્ષા અધિકારી અને મદદનીશ સમીક્ષા અધિકારી પરીક્ષા અને પ્રાન્તીય નાગરિક સેવા પ્રારંભિક પરીક્ષાને અલગ અલગ તારીખ અને અનેક શિફ્ટ એટલે કે, પાળીઓમાં યોજવાના નિર્ણય સામે ગઈકાલે પ્રયાગરાજમાં આયોગના મુખ્યમથકની બહાર વિરોધ પ્રદર્શન થયું હતું.
આ મામલે આયોગે જણાવ્યું કે, જ્યાં પાંચ લાખથી વધુ ઉમેદવારો છે, ત્યાં એકથી વધુ પાળીમાં પરીક્ષા યોજવાની વ્યવસ્થા છે. પરીક્ષાની પવિત્રતા અને ઉમેદવારોના હિતમાં પરીક્ષાઓ અનિયમિતતા ન હોય તેવા કેન્દ્રમાં લેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી આ પરીક્ષા માટે 10 લાખથી વધુ લોકોએ અરજી કરી હતી, પરંતુ પ્રશ્નપત્ર લીક થયા બાદ રાજ્ય સરકારે તેને રદ કરી હતી.
Site Admin | નવેમ્બર 12, 2024 3:16 પી એમ(PM)