સુપ્રિમ કોર્ટે આજે હરિયાણા અને પંજાબ રાજ્ય સરકારોની પરાળી બાળવાના મુદ્દે ટીકા કરી હતી.સર્વોચ્ચ અદાલતના વાયુ પ્રદૂષણ સંબંધિત તેના અગાઉના આદેશોનું પાલન ન કરવા બદલ સુપ્રીમ કોર્ટે આકરી ટીકા કરી હતી.જસ્ટિસ અભય એસ ઓકાની આગેવાની હેઠળની બેંચે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ નિર્દેશ આપતા જણાવ્યું હતું કે પર્યાવરણના મામલે અતિ ગંભીર એવા આ આદેશનુ ઉલ્લંઘન કરનારા સામે પગલાં લેવામાં આવે.આદેશના પાલનની નિષ્ફળતા બદલ હરિયાણા સરકારના અધિકારીઓ સામે દંડાત્મક પગલાં લેવાનો પણ સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપ્યો હતો.દંડાત્મક પગલાં લેવા માટે સર્વોચ્ચ અદાલતે એક અઠવાડિયાની સમય મર્યાદા નક્કી કરી છે.સર્વોચ્ચ અદાલતે હરિયાણાના મુખ્ય સચિવને 23મી ઓક્ટોબરે હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું.તેણે પંજાબના મુખ્ય સચિવને આગામી બુધવારે કોર્ટમાં હાજર રહેવા અને આદેશનું પાલન ન કરવા અને અધિકારીઓ સામે શા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેનો જવાબ માંગ્યો છે.
Site Admin | ઓક્ટોબર 16, 2024 2:10 પી એમ(PM) | હરિયાણા અને પંજાબ સરકાર
પરાળી બાળવાના મામલે આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ હરિયાણા અને પંજાબ સરકાર પાસે સુપ્રિમકોર્ટે જવાબ માગ્યો
