તેહરાનના પરમાણુ કાર્યક્રમ પર અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા રાઉન્ડની વાતચીત શનિવારે રોમમાં થવાની ધારણા છે. ઇટાલીના વિદેશમંત્રી એન્ટોનિયો તાજાનીએ જાહેરાત કરી હતી કે, વાટાઘાટ કરનારા પક્ષો અને મધ્યસ્થી તરીકે કામ કરી રહેલા ઓમાનની વિનંતીઓને પગલે રોમે બેઠકનું આયોજન કરવા સંમતિ આપી છે.
તાજાનીએ જાપાનની મુલાકાત દરમિયાન આ જાહેરાત કરી હતી. જોકે, ઈરાન કે અમેરિકા તરફથી સ્થળની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
Site Admin | એપ્રિલ 15, 2025 9:21 એ એમ (AM)
પરમાણુ કાર્યક્રમ મુદ્દે અમેરિકા અને ઇરાન વચ્ચે રોમમાં વાટાઘાટો થાય તેવી સંભાવના
