મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પત્રકારત્વ લોકશાહીનો ચોથો સ્તંભ છે. પત્રકારત્વનો ધર્મ સમાજને જાગૃત કરવાનો છે. પત્રકારો સ્વસ્થ-તંદુરસ્ત હશે તો પત્રકારિતા દ્વારા સમાજને જાગૃત રાખવાનું કામ સારી રીતે કરી શકશે.
પત્રકારોની આરોગ્ય તપાસ માટેના રાજ્યવ્યાપી પ્રોગ્રામ ‘ફિટ ઇન્ડિયા – ફીટ મીડિયા’ ના અમદાવાદમાં શુભારંભ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે, જનતાનો અવાજ બનતા પત્રકારો સતત પરિશ્રમ કરતા હોય છે ત્યારે, તેમની સ્વાસ્થ્ય સુરક્ષા પણ એટલી જ અગત્યની છે.
વિકાસ સપ્તાહ અંતર્ગત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહ્યું કે “પહેલું સુખ તે જાતે નર્યા” એ આપણી કાર્ય સંસ્કૃતિ છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીઆ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રોમાં મળતી જેનરીક દવાઓની ઉપયોગીતા સમજાવી હતી. પ્રચાર માધ્યમોના સહકારથી જન ઔષધી કેન્દ્રમાં મળતી દવાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તેવી અપીલ તેમણે કરી હતી
Site Admin | ઓક્ટોબર 15, 2024 3:21 પી એમ(PM)