ગઇકાલના દિવસ દરમિયાન મહેસાણામાં બે અને પંચમહાલ અને સુરેન્દ્રનગરના પાટડીમાં એક વ્યક્તિ સહિત ચારના મોત થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે.ઉત્તરાયણનું પર્વ ગઇકાલે હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યું હતું. ચાઇનિઝ દોરીનો પ્રતિબંધ હોવા છતા પણ કેટલાંક લોકોએ તેનો ઉપયોગ કરતાં અકસ્માતના અનેક બનાવો બન્યા હતા.જેમાં ચારના મોત અને અન્ય કેટલાંક લોકો ઘાયલ થયા હતાં.
અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે રાહતલાવ ગામ ના પરેસભાઈ ઉત્તરાયણ ના પર્વ ને પગલે વહેલી સવારે પોતાના 5 વર્ષીય પુત્ર કુણાલ ને ફુગ્ગા અપાવવા મોટર સાયકલ પર આગળ બેસાડી પનોરમા ચોકડી પાસેથી પસાર થઈ રહયા હતા. ત્યારે અચાનક પતંગ દોરો કુણાલ ના ગળામાં ઘસાઈ જતા ગળુ ગંભીર રીતે કપાઈ જતાં મોત નીપજ્યું હતું.
જ્યારે મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે કડી અને વડનગરમાં પણ દોરી વાગવાથી બે વ્યક્તિઓના મોત થયા હોવાના અહેવાલ છે..
સુરેન્દ્રનગરના પાટડીમાં પણ પતંગની દોરીને કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
તાપીના અમારા પ્રતિનિધિ નિરવ કંસારા જણાવે છે કે વાલોડ તાલુકાના પુલ ફળિયા નજીક પતંગના દોરાનો આધેડ ભોગ બન્યા હતા જેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
આ ઉપરાંત અન્ય સ્થળો ઉપર પણ દોરી વાગવાને કારણે ઇજા થયા હોઇ એવી ઘટનાઓ ઘટી હતી.
Site Admin | જાન્યુઆરી 15, 2025 8:14 એ એમ (AM) | ઉત્તરાયણ