પંદરમી ગુજરાત વિધાનસભાનું છઠ્ઠુ સત્ર 19 ફેબ્રુઆરીથી મળશે .28 માર્ચ સુધી ચાલનાર આ બજેટ સત્રમાં કુલ 27 બેઠકો મળશે .નાણા મંત્રી કનુભાઈ દેસાઈ 20મી ફેબ્રુઆરીએ વર્ષ 2025- 26નું બજેટ રજૂ કરશે.. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, 26 દિવસ ચાલનારા બજેટ સત્રમાં પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી શરૂઆત થશે. નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સત્રના બીજા દિવસ 20મી ફેબ્રુઆરીએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. આ સત્રમાં સરકારી વિધેયકો, બિન સરકારી વિધેયકો, વિનિયોગ વિધેયક રજૂ થશે. વર્ષ ૨૦૨૫ ગુજરાતની પ્રગતિ માટે માઈલ સ્ટોન સાબિત થશે. તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.દરમિયાન કેબિનેટની બેઠકમાં જંત્રીના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.
શ્રી પટેલે કહ્યું કે રાજય સરકારને ૧૧,૦૪૬ વાંધા અરજી મળી છે.
Site Admin | જાન્યુઆરી 22, 2025 7:48 પી એમ(PM)
પંદરમી ગુજરાત વિધાનસભાનું છઠ્ઠુ સત્ર 19 ફેબ્રુઆરીથી મળશે
