કેન્દ્ર સરકારના ભારત અન્ન નિગમ–FCI અને સંગ્લન સરકારી સંસ્થાઓએ પંજાબમાં લઘુત્તમ ટેકાના ભાવે તાજેતરમાં 120 લાખ મેટ્રીક ટનથી વધુ ડાંગરની ખરીદી કરી છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું છે કે, એ ગ્રેડના ડાંગરની ખરીદી બે હજાર, 320 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના લઘુત્તમ ટેકાના ભાવે કરવામાં આવી છે. આ સાથે સરકારે આજ દિન સુધીમાં કુલ 27 હજાર, 995 કરોડ રૂપિયાના ખર્ચે ડાંગરની ખરીદી કરી છે. જેના લીધે છ લાખ, 58 હજારથી વધુ ખેડૂતોને લાભ થયો છે.
Site Admin | નવેમ્બર 9, 2024 6:37 પી એમ(PM) | dangar | FCI | Punjab | purchase