પંજાબમાં, ખેડૂતોએ આજે તેમના ત્રણકલાકના ‘રેલ રોકો’ વિરોધના ભાગરૂપે ફિરોઝપુરરેલ્વે વિભાગ હેઠળ 52 સ્થળોએ ટ્રેનના રૂટ બ્લોક કર્યા હતા. આંદોલનકારીઓ રેલ્વે લાઈનોપર બેસી જતા મુસાફરોને ઘણી અસુવિધા થઇ હતી. જો કે વિરોધ શાંતિપૂર્ણ રીતે પાર પડ્યોહતો.રેલવે સૂત્રોએ આકાશવાણીને જણાવ્યું હતું કે, ધરણાને કારણે12 ટ્રેનો રદ કરવામાં આવી હતી, બે ટૂંકી અને 34 વિલંબિતથઈ હતી. ધરણા પૂર્ણ થયા બાદ ટ્રેન સેવા ફરી શરૂ થઈ હતી. ખેડૂતો પાકના લઘુત્તમ ટેકાનાભાવની કાયદાકીય ગેરંટી સહિતની તેમની માંગણીઓના સમર્થનમાં વિરોધ કરી રહ્યા છે.
Site Admin | ડિસેમ્બર 18, 2024 7:48 પી એમ(PM)
પંજાબમાં, ખેડૂતોએ આજે તેમના ત્રણ કલાકના ‘રેલ રોકો’ વિરોધના ભાગરૂપે ફિરોઝપુર રેલ્વે વિભાગ હેઠળ 52 સ્થળોએ ટ્રેનના રૂટ બ્લોક કર્યા હતા
