પંજાબના બરનાલા ખાતે આજે થયેલા માર્ગ અકસ્માતમાં ખેડૂત સંગઠનની ત્રણ મહિલા કાર્યકરોના મોત નીપજ્યા છે, અને 30 મુસાફરોને ઇજા થઇ છે. પોલીસના જણાવ્યા મુજબ ગાઢ ધુમ્મસના લીધી આ અકસ્માત થયો હતો. જેમાં હરિયાણામાં યોજાનારી કિસાન મહાપંચાયતમાં ભાગ લેવા જઇ રહેલ ત્રણ મહિલા કાર્યકરોના મૃત્યુ થયા છે. આ અકસ્માતમાં ઇજા પામેલાઓને ભટીંડા અને ફરિદકોટ ખાતેની હોસ્પિટલમાં તેમજ એઇમ્સમાં સારવાર અપાઇ રહી છે.
Site Admin | જાન્યુઆરી 4, 2025 8:13 પી એમ(PM)