પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડ અને અરવલ્લીના પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે ત્રણ તબક્કામાં સમીક્ષા બેઠક યોજાઈ ગઈ.
અરવલ્લી જિલ્લાના અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે પ્રથમ તબક્કામાં જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના અધ્યક્ષ અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ સહિતના સભ્યો દ્વારા વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆતો કરવામાં આવી.
જ્યારે બીજા તબક્કામાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓમાં ચાલતી કામગીરીની માહિતી પૂરી પાડવામાં આવી. ત્રીજા તબક્કામાં ‘ન્યુ ગુજરાત પેટર્ન વર્ષ 2024-25’ના આયોજન અંગેની બેઠકમાં પ્રયોજના કચેરી દ્વારા રજૂ થયેલા આયોજન બાબતે પણ ચર્ચા કરવામાં આવી.
Site Admin | ડિસેમ્બર 30, 2024 3:44 પી એમ(PM) | પ્રભારી મંત્રી
પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડ અને અરવલ્લીના પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે ત્રણ તબક્કામાં સમીક્ષા બેઠક યોજાઈ
