ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 13, 2024 7:47 પી એમ(PM)

printer

પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આવતીકાલે નવી દિલ્હીમાં એક દિવસીય નાણા પંચ સભાનું આયોજન કરાયું

પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આવતીકાલે નવી દિલ્હીમાં એક દિવસીય નાણા પંચ સભાનું આયોજન કરાયું છે. ‘વિકાસ તરફ પ્રયાણ’ વિષયવસ્તુ પર આધારિત આ સભાની અધ્યક્ષતા 16માં નાણાપંચના અધ્યક્ષ ડૉ. અરવિંદ પાનાગરિયા કરશે.
સભા દરમિયાન ગ્રામ્ય સ્તરે સ્થાનિક સંસ્થાઓમાં ભંડોળની અસરકારક ફાળવણીમાં રાજ્ય નાણાપંચની ભૂમિકા અંગે ચર્ચા કરાશે. આ ઉપરાંત તે ક્ષેત્ર સાથે જોડાયેલા મુખ્ય હિતધારકોને એક મંચ પર લાવશે. સભામાં 16માં નાણાપંચના સભ્યો, પંચાયતી રાજ મંત્રાલય, નાણામંત્રાલય તેમજ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ