પંચાયતમાં મહિલાઓના નેતૃત્વ અને પડકારો સંદર્ભેની એક રાષ્ટ્રીય કાર્યશાળાનું નવી દિલ્હીમાં આયોજન કરાયું હતું. આ કાર્યશાળામાં દેશભરમાંથી 160થી વધુ પંચાયત પ્રતનિધિઓ ભાગ લીધો હતો. પુડ્ડુચેરીના પૂર્વ ઉપરાજ્યપાલ કિરણ બેદીએ આ કાર્યશાળાને સંબોધન કર્યું હતું. તેમણે જમીની સ્તરે પંચાયતના વિવિધ મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો અને પ્રતિનિધિઓને પડકારોનો સામનો કરવા અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું.
પંચાયતના વિવિધ પ્રિતિનિધિઓએ આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં કાર્યશાળા દરમિયાનના અનુભવો વિશે વાત કરી હતી. અમારા સંવાદદાતા જણાવે છે કે પ્રતિનિધિઓનું આ જૂથ આવતીકાલે દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે આયોજીત સ્વાતંત્ર્ય સમારોહમાં વિશેષ અતિથિ તરીકે ભાગ લેશે.
Site Admin | ઓગસ્ટ 14, 2024 8:31 પી એમ(PM)