પંચમહાલમાં પંચમહોત્સવના બીજા દિવસે ગઇકાલે હાલોલ પ્રાંત અધિકારી અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા બાળકો માટે નેચર ટ્રેઇલ યોજવામાં આવી હતી.
અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે, આ નેચર ટ્રેઇલમાં જેપુરા પ્રાથમિક શાળાના બાળકોને માંડવી ઇકો ટુરીઝમ સાઈટ ખાતે આવેલા બટર ફ્લાય બગીચાની મુલાકાત કરાવવામાં આવી હતી. તેમજ વન વિભાગના અધિકારી દ્વારા બાળકોને વિલુપ્ત થવાના આરે રહેલા પ્રાણીઓ અને વનસ્પતિઓ તેમજ પ્રકૃતિના જતન અંગે માહિતી આપવામાં આવી હતી.
Site Admin | જાન્યુઆરી 4, 2025 8:43 એ એમ (AM) | Akashvani | akashvaninews | forest department | Gujarat | news | newsupdate | topnews | ગુજરાત | પંચમહાલ | પંચમહોત્સવ | વન વિભાગ | હાલોલ