ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પંચમહાલ: મુખ્યમંત્રીએ ઓરવાડામાં આરોગ્યમ્ કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલનો પ્રારંભ કરાવ્યો

‘વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત માટે જનઆરોગ્ય સુખાકારી એ અગત્યનું પાસું છે.’ પંચમહાલ જિલ્લામાં ગોધરા નજીક ઓરવાડા ખાતે આરોગ્યમ્ કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ અને આયુષ્માન યોજનાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ‘યોગ અને પર્યાવરણ આધારિત જીવનશૈલી અને શ્રીઅન્ન જેવા સ્વાસ્થ્યવર્ધક અભિયાન દ્વારા પ્રધાનમંત્રીએ નાગરિકોને આરોગ્ય રક્ષાકવચ આપ્યું છે.’ શ્રી પટેલે કહ્યું કે, ‘રાજયના આદિવાસી બહુલ વિસ્તારોમાં અદ્યતન હૉસ્પિટલો સાથે આરોગ્ય મહાવિદ્યાલયો પણ શરૂ કરાયા છે. ગોધરામાં 150 પથારી ધરાવતી આરોગ્યમ્ હૉસ્પિટલ શરૂ થતાં પંચમહાલ, દાહોદ અને મહીસાગરના નાગરિકોને ઘરઆંગણે અદ્યતન આરોગ્ય સેવાઓ મળી રહેશે.

આરોગ્યમ્ હૉસ્પિટલના અધ્યક્ષ ડૉ. રક્ષિત શાહે કહ્યું કે, ‘આ વિસ્તારના દર્દીઓને કેન્સરની સારવાર માટે વડોદરા, અમદાવાદ જવું પડતું હતું, પરંતુ હવે આ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને કીમો, રેડિયોથેરાપી અને સર્જરી જેવી સુવિધાઓ ઘરઆંગણે ઉપલબ્ધ થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ