શાકભાજી અને ફળોને વહેલા પકવવા રસાયણયુક્ત ખાતરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેને કારણે લોકોનાં આરોગ્ય પર અસર પડે છે.
પંચમહાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પ્રથમવાર પંચમહાલ જિલ્લામાંથી શાકભાજી અને ફળોની દુકાનો તેમજ લારીઓ પરથી 264 નમૂના લેવામાં આવ્યા. આ તમામ નમૂનાઓનું પરીક્ષણ કરવા અમદાવાદ ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આ પરિક્ષણનો અહેવાલ 15 દિવસમાં આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે, તેમ પંચમહાલ જિલ્લા અન્ન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
Site Admin | ડિસેમ્બર 16, 2024 4:17 પી એમ(PM)
પંચમહાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પ્રથમવાર શાકભાજી અને ફળોની દુકાનો તેમજ લારીઓ પરથી 264 નમૂના લેવામાં આવ્યા
