પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને સરકારી આઇ.ટી.આઇ, ગોધરાના સંયુક્ત ઉપક્રમે ગોધરા ખાતે યોજાયેલ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળામાં ૫૩ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.
સરકારી આઇ.ટી.આઇ, ગોધરા ખાતે યોજાયેલ ઔદ્યોગિક રોજગાર ભરતીમેળામાં અમદાવાદ અને પંચમહાલ જિલ્લાની કુલ ૦૭ જેટલી નોકરીદાતા કંપનીઓ દ્વારા ૨૩૦ જેટલી ખાલી જગ્યાઓ ભરવા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ રોજગાર ભરતી મેળામાં હાજર વિવિધ લાયકાત અને કૌશલ ધરાવતા પુરુષ અને મહિલા ઉમેદવારો પૈકી ૫૩ મહિલા અને પુરુષ ઉમેદવારોની નોકરીદાતાઓ દ્વારા સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.
Site Admin | ઓક્ટોબર 12, 2024 9:31 એ એમ (AM) | આઇ.ટી.આઇ
પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને સરકારી આઇ.ટી.આઇ, ગોધરાના સંયુક્ત ઉપક્રમે ગોધરા ખાતે યોજાયેલ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળામાં ૫૩ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.