પંચમહાલ જિલ્લામાં 34 હજાર 317 ખેડૂતની 27 હજાર 538 હેક્ટર જમીનના પાકને 33 ટકાથી વધુનું નુકસાન થયું હોવાના અહેવાલ છે. ખેડૂતોના પાક બગડતાં તેમને સરકારી સહાય મુજબ 15 કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવશે.
જિલ્લામાં નુકસાનીનો અહેવાલ સરકારને મોકલી આપ્યા બાદ સરકાર સહાયનું અનુદાન મંજૂર કરશે એમ પંચમહાલ ખેતીવાડી અધિકારી એમ. જી. પટેલે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ચોમાસું પાકની એક લાખ 75 હજાર હેક્ટરમાં ખેતી થઈ હતી, જેમાં અતિભારે વરસાદના કારણે 52 હજાર હેક્ટર ખેતીલાયક વિસ્તારમાં નુકસાન પહોંચ્યું હતું.