ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 8, 2024 8:21 એ એમ (AM) | પંચમહાલ

printer

પંચમહાલ જિલ્લામાં ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાના અસરકારક અમલીકરણ કરવાના હેતુથી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટર એચ.ટી.મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

પંચમહાલ જિલ્લામાં ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાના અસરકારક અમલીકરણ કરવાના હેતુથી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટર એચ.ટી.મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
બેઠકમાં મધ્યાહન ભોજન યોજનાના નાયબ મામલતદાર અને સુપરવાઇઝર તથા સંબંધિત અધિકારીઓને યોજનાના સફળ અમલીકરણ માટે નાયબ કલેકટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
નોંધનીય છે કે, રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકા થી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” દ્વારા પૌષ્ટિક અલ્પાહારમાં મંગળવાર, ગુરુવાર અને શુક્રવારે સીંગદાણા સહિત ચણા ચાટ અને મિક્ષ કઠોળ આપવામાં આવશે જ્યારે સોમવાર, બુધવાર અને શનિવારે સુખડી તથા સીંગદાણામાંથી બનાવેલી ખાદ્ય સામગ્રીનો લાભ જિલ્લાની શાળાના વિદ્યાર્થીઓને મળવાનો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ