પંચમહાલ જિલ્લામાં ફાર્મર આઈડીની નોંધણીની 54% કામગીરી થઈ છે. જિલ્લામાં કુલ 2 લાખ 46 હજાર ખેડૂતોમાંથી 1 લાખ 33 હજાર ખેડૂતોએ ફાર્મર આઈડી પર ખેડૂત નોંધણી કરવી છે.
ભારત સરકારે પીએમ કિસાનના હપ્તા માટે ખેડૂતોની ફાર્મર આઈડીની નોંધણી ફરજિયાત કરી છે. ઉપરાંત કોઈપણ યોજનાનો લાભ ખેડૂતોને એક ક્લીકમાં ફાર્મર આઈડીથી મળશે. આગામી પીએમ કિસાન યોજનાનો હપ્તો મેળવવા માટે ખેડૂત ફાર્મર આઈડી પર નોંધણી ફરજિયાત હોવાથી 31 ડિસેમ્બર પહેલા ખેડૂતોને નોંધણી કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.
Site Admin | ડિસેમ્બર 23, 2024 3:46 પી એમ(PM)