પંચમહાલ જિલ્લામાં ચોમાસામાં વાયરલ ફીવર, ઝાડા ઉલટી, મચ્છર જન્ય રોગનો બાળ દર્દીઓમાં વધારો નોંધાયો છે. છેલ્લા એક માસમાં જિલ્લાના ગોધરા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ફીવર સહિતના અલગ અલગ રોગોના બાળકોના 2 હજાર 665 જેટલા કેસો નોંધાયા છે.
આ અંગે ગોધરા સિવિલના પીડીયાટ્રીક, ડોક્ટર પ્રાચી શાહે જણાવ્યું કે, સિવિલ ખાતે જુલાઈ માસમાં ટાઇફોઈડ, ઝાડા ઉલટી, શરદી ખાંસી સાથે હવે ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ડેન્ગ્યુ ના લક્ષણો દેખાતા બાળકોના કેસ આવી રહ્યા છે. તેમાં હજુ વધારો થવાની શક્યતા છે. આ અંગે ગોધરા સરકારી સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓને યોગ્ય સારવાર આપીને માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે.
Site Admin | ઓગસ્ટ 7, 2024 8:04 પી એમ(PM)
પંચમહાલ જિલ્લામાં ચોમાસામાં વાયરલ ફીવર, ઝાડા ઉલટી, મચ્છર જન્ય રોગનો બાળ દર્દીઓમાં વધારો નોંધાયો છે
