પંચમહાલ જિલ્લામાં ઇ-ચલણ (મેમો) અંગે 14 સપ્ટેમ્બરે લોક અદાલત યોજાશે.જિલ્લામાં સલામતીના ભાગરૂપે ટ્રાફિક નિયમનના ભંગ બદલ પોલીસ દ્વારા સી.સી.ટી.વી.કેમેરા મોનિટરિંગ કરી ઇ-મેમો આપવાની કામગીરી ચાલી રહી છે.
ઇ-મેમોના બાકી દંડ અંગે જિલ્લામાં આશરે ૪૨૦૦ વાહન ચાલકો વિરૂદ્ધ આ પ્રિલિટીગેશન લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. નેત્રમ, ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન તથા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન એમ કુલ ત્રણ સ્થળોએ ઇ-ચલણનો દંડ રોકડમાં ભરી શકાશે
Site Admin | ઓગસ્ટ 27, 2024 7:11 પી એમ(PM) | લોક અદાલત