ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 13, 2024 4:06 પી એમ(PM)

printer

પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-2ને દેશની સર્વશ્રેષ્ઠ “સુશાસન યુક્ત પંચાયત”નો એવોર્ડ એનાયત થયો

ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-2ને દેશની સર્વશ્રેષ્ઠ “સુશાસન યુક્ત પંચાયત”નો એવોર્ડ એનાયત થયો છે. ગત 11 ડિસેમ્બરે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત સરકારના એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર ડૉ. ગૌરવ દહિયા, ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.દેશની 45 એવોર્ડ વિજેતા પંચાયતોને ડિજિટલ ટ્રાન્સફર દ્વારા કુલ ₹46 કરોડની રકમ એનાયત કરવામાં આવી હતી..ગુજરાત સહિત 27 રાજ્યોને દીન દયાલ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડની શ્રેણીમાં સંયુક્ત રીતે 20 કરોડ 25 લાખ પ્રાપ્ત થયા છે.નોંધપાત્ર બાબત એ છે કે આ 45 એવોર્ડ વિજેતા પંચાયતોમાંથી 42% પંચાયતોનું નેતૃત્વ મહિલાઓના હાથમાં છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ