પંચમહાલ જિલ્લાના હાલોલમાં આવેલી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે પ્રાકૃતિક કૃષિના રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ અંગે બે દિવસના રાષ્ટ્રીય સેમિનારનો પ્રારંભ થયો છે.આ પ્રસંગે શ્રી દેવવ્રતે જણાવ્યું હતું કે, દેશની પ્રથમ પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે યોજાયેલા આ તાલીમ સેમીનાર આગામી સમયમાં દેશનાં પ્રાકૃતિક
કૃષિના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપશે.દરમિયાન, રાજ્યપાલે રેડક્રોસ અમદાવાદ શાખાની અત્યાધુનિક ઇમારત‘ રેડક્રોસ શતાબ્દી ભવનની સૌજન્ય મુલાકાત લીધી હતી. તેમણે રેડક્રોસ અમદાવાદની વિવિધ સેવા પ્રવૃત્તિઓ અને સુવિધા પ્રકલ્પોની માહિતી મેળવી હતી.
Site Admin | જાન્યુઆરી 24, 2025 8:25 એ એમ (AM)
પંચમહાલ જિલ્લાના હાલોલમાં આવેલી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે પ્રાકૃતિક કૃષિના રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ અંગે બે દિવસના રાષ્ટ્રીય સેમિનારનો પ્રારંભ થયો છે
