પંચમહાલ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ નજીક આવેલા વડા તળાવ ખાતે ગઈકાલે રાત્રે પંચ મહોત્સવ કાર્યક્રમનો કેબિનેટ મંત્રી કુબેરભાઇ ડિંડોરે શુભારંભ કરાવ્યો હતો.ચાલુ વર્ષે પાંચ દિવસને બદલે ત્રણ દિવસના પંચ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.સ્થાનિક પર્યટનને વેગ મળે તે માટે ટેન્ટ સિટી,ક્રાફટ એન્ડ ફૂડ બજાર બનાવવામાં આવ્યું છે અને સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.ગઈકાલે લોક કલાકાર ગીતા રબારીએ પોતાના સુરીલા સ્વરમાં ગીતો રજૂ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
Site Admin | જાન્યુઆરી 3, 2025 3:23 પી એમ(PM) | પંચ મહોત્સવ કાર્યક્રમ