પંચમહાલ જિલ્લાના રામપુરા ખાતે યોજાયેલા ઔદ્યોગિક ભરતી મેળામાં 314 ઉમેદવારોની પસંદગી કરાઈ છે.
અમારા પ્રતિનિધી જણાવે છે કે, જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આયોજીત આ મેળામાં 382 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 9 નોકરીદાતાઓ દ્વારા 314 ઉમેદવારોની સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
Site Admin | ડિસેમ્બર 10, 2024 10:12 એ એમ (AM) | પંચમહાલ