પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા માટેનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી ૨૩ ઓક્ટોબરના રોજ સવારે ૧૧ વાગ્યે તાલુકા સેવા સદન, ગોધરા ખાતે યોજાશે.
નાગરિકોએ તેમના પ્રશ્નોની અરજી લેખિતમાં આગામી ૧૨ ઓક્ટોબર સુધીમાં મામલતદાર કચેરી, ગોધરા ખાતે રૂબરૂ અથવા ટપાલ ધ્વારા મોકલી આપવાની રહેશે.
અરજદારોએ એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ અથવા પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. ૧૨ ઓકટોબર સુધીમાં મળેલ અરજીઓનો ચાલુ માસના સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે તેમ મામલતદાર ગોધરા દ્વારા એક યાદીમાં જણાવાયું છે.
Site Admin | ઓક્ટોબર 4, 2024 7:20 પી એમ(PM) | કાર્યક્રમ