ન્યૂયોર્ક સિટી મેરેથોને નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. ગત 3જી નવેમ્બરના રોજ 55 હજાર 646 દોડવીરોએ આ મેરેથોન પૂર્ણ કરી હતી. ન્યૂયોર્ક રોડ રનર્સના જણાવ્યા અનુસાર, 56 હજાર 12 લોકોએ રેસની શરૂઆત કરી હતી અને તેમાંથી 55 હજાર 646 લોકોએ રેસ પૂર્ણ કરી હતી.જેમાં 24 હજાર 731 મહિલા ફિનિશર્સ સાથે 30 હજાર 795 પુરુષોના ફિનિશર્સ સામેલ હતા અને 120 ત્રીજી જાતીના દોડવીરોએ દોડ લગાવી હતી. જે અત્યાર સુધીના સૌથી વધુ મહિલા અને ત્રીજી જાતીના દોડવીરોની સામેલગીરી દર્શાવે છે. નેધરલેન્ડના 35 વર્ષીય અબ્દી નાગીયે તેની પ્રથમ વિશ્વ મેરેથોન મેજર્સ રેસ જીતી હતી. વ્યાવસાયિક વ્હીલચેર વિભાગમાં, ડેનિયલ રોમનચુક અને સુસાન્નાહસ્કેરો પ્રથમ ક્રમે આવીને ડિવિઝન જીતનાર અમેરિકન એથ્લેટ્સની પ્રથમ જોડી બની.
Site Admin | નવેમ્બર 5, 2024 5:52 પી એમ(PM)