ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણી માટે ભારતની મહિલા કેપ્ટન તરીકે હરમનપ્રિત કૌરને જાળવી રાખવામાં આવ્યા છે. 24મી ઓક્ટોબરે શરૂ થઈ રહેલી શ્રેણી માટે ચાર નવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ટી-20 મહિલા વિશ્વકપમાં ભારતનાં નબળા દેખાવ બાદ ટીમનાં દેખાવ પર પસંદગીકારોની નજર હતી. જોકે, પસંદગીકારોએ હરમનપ્રીતમાં પોતાના વિશ્વાસ બતાવ્યો છે. અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી આ શ્રેણી આવતા વર્ષે યોજનાર વનડે વિશ્વકપ માટેની તૈયારીની શરૂઆત છે.
Site Admin | ઓક્ટોબર 18, 2024 4:09 પી એમ(PM)