ન્યૂઝીલેન્ડના પ્રવાસે પહોંચેલા રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ વેલિગ્ટન રેલવે સ્ટેશન ખાતે મહાત્મા ગાંધી સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે તેમની સાથે ન્યૂઝીલેન્ડના ગવર્નર જનરલ સિન્ડિ કિરો, કેન્દ્રીય રાજ્ય મંત્રી જ્યોર્જ કુરિયન, લોકસભાના સાંસદ જુગલ કિશોર શર્મા અને સુમિત્રા સેન ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ કહ્યું છે કે શિક્ષણ એ સામાજિક પરિવર્તન તેમજ રાષ્ટ્ર ઘડતરનું સૌથી મોટું માધ્યમ છે. તેમણે ન્યૂઝીલેન્ડની રાજધાની વેલિંગ્ટનમાં આયોજીત આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે ભારત સરકારે દેશમાં શિક્ષણની ગુણવત્તાના સુધાર માટે કેટલાંક મહત્વના પગલાં લીધા છે.
રાષ્ટ્રપતિ મુર્મુ આજે ન્યૂઝીલેન્ડના બે દિવસીય પ્રવાસે વેલિંગ્ટન પહોંચ્યાં હતા. રાષ્ટ્રપતિ મુર્મુ ન્યૂઝીલેન્ડના ગર્વનર જનરલ, પ્રધાનમંત્રી અને ઉપ પ્રધાનમંત્રી તેમજ વિદેશ મંત્રી સહિતના નેતાઓ સાથે દ્વીપક્ષીય બેઠક કરશે.
Site Admin | ઓગસ્ટ 8, 2024 1:49 પી એમ(PM)
ન્યૂઝીલેન્ડના પ્રવાસે પહોંચેલા રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ વેલિગ્ટન રેલવે સ્ટેશન ખાતે મહાત્મા ગાંધી સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી
