ન્યુઝીલેન્ડમાં આજે રિવર્ટન દરિયાકાંઠે 6.8 તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો. 10 કિલોમીટરની ઊંડાઈએ આવેલા ભૂકંપની તીવ્રતા શરૂઆતમાં 7 નોંધવામાં આવી હતી. ન્યુઝીલેન્ડની રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન એજન્સી હાલમાં ભૂકંપનું મૂલ્યાંકન કરી રહી છે. અત્યાર સુધી, એજન્સીએ સાઉથલેન્ડ અને ફિઓર્ડલેન્ડના રહેવાસીઓને બીચ અને દરિયાઈ વિસ્તારોથી દૂર રહેવાનું સૂચન કર્યું છે. એજન્સીએ સ્થાનિક લોકોને સત્તાવાર સંદેશ આપવામાં ન આવે ત્યાં સુધી પરત ન આવવા નિર્દેશ આપ્યો છે.
Site Admin | માર્ચ 25, 2025 2:25 પી એમ(PM) | earthquake
ન્યુઝીલેન્ડમાં આજે રિવર્ટન દરિયાકાંઠે 6.8 તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો
