ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 9, 2025 2:58 પી એમ(PM) | ન્યુઝીલેન્ડ

printer

ન્યુઝીલેન્ડના ક્રિકેટર માર્ટિન ગપ્ટિલે 38 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે

ન્યુઝીલેન્ડના ક્રિકેટર માર્ટિન ગપ્ટિલે 38 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ગપ્ટિલે 14 વર્ષની કારકિર્દીમાં 367 મેચોમાં 14 હજારથી વધુ રન બનાવ્યા છે અને 23 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. ગપ્ટિલે 198 વન ડે, 122 ટી-ટ્વેન્ટી અને 47 ટેસ્ટ રમી છે. તેમણે 2009માં વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ મેચ રમી હતી. નિવૃત્તિ અંગે જણાવતા તેમણે કહ્યું કે, ન્યુઝીલેન્ડ માટે રમવું હંમેશા મારું સ્વપ્ન હતું અને હું મારા દેશ માટે રમીને ગર્વ અનુભવું છું તથા પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનું છું.
ઉલ્લેખનીય છે કે, ગપ્ટિલ એક વન ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ ધરાવે છે. 2015ના વર્લ્ડ કપમાં, તેમણે 163 બોલમાં અણનમ 237 રન ફટકાર્યા હતા. આ વન-ડે ક્રિકેટમાં ન્યુઝીલેન્ડના બેટ્સમેન દ્વારા સૌથી વધુ વ્યક્તિગત રન છે. તે ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ T20I રન બનાવનાર બેટ્સમેન પણ છે જેમાં 3,531 રન હતા જેમાં બે સદી અને 20 અડધી સદીનો સમાવેશ થાય છે. ગપ્ટિલ નજીકના ભવિષ્યમાં વિશ્વભરમાં T20 ફ્રેન્ચાઇઝ ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ