ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 22, 2025 8:20 પી એમ(PM)

printer

ન્યાયમૂર્તિ બી.આર ગવઈના નેતૃત્વમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોનું પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ આજે સવારે ઇમ્ફાલ પહોંચ્યું હતું.

ન્યાયમૂર્તિ બી.આર ગવઈના નેતૃત્વમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોનું પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ આજે સવારે ઇમ્ફાલ પહોંચ્યું હતું. ત્યારબાદ પ્રતિનિધિમંડળના ત્રણ ન્યાયાધીશો – ન્યાયમૂર્તિ ગવઈ, ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ એમએમ સુંદરેશે – ચુરાચાંદપુરની મુલાકાત લીધી અને ત્યાં કાનૂની સેવા શિબિર, આરોગ્ય શિબિર, કાનૂની સહાય ક્લિનિકના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે રાહત શિબિરમાં આશ્રય લઈ રહેલા વિસ્થાપિતો – IDPs ને રાહત સામગ્રીનું વિતરણ કર્યું.
ન્યાયાધીશોની ટીમે નોંધણી ઝુંબેશમાં પણ ભાગ લીધો હતો, જેમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓ તરીકે લાયક વિસ્થાપિતો – IDPs ની નોંધણી કરવામાં આવી હતી. ઇમ્ફાલ પરત ફરતી વખતે, પ્રતિનિધિમંડળ બિષ્ણુપુર જિલ્લામાં રાહત શિબિરોની મુલાકાત લીધી અને વિસ્થાપિતો – IDPs ની ફરિયાદો સાંભળી હતી. ન્યાયાધીશોનું પ્રતિનિધિમંડળ આવતીકાલે ઇમ્ફાલમાં મણિપુર હાઇકોર્ટમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ