નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મહોમ્મદ શહાબુદ્દીને ગઈકાલે ઢાકાના બંગ ભવનમાં તેમને શપથ અપાવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહોમ્મદ યૂનુસને આ નવી જવાબદારી માટે શુભેચ્છા પાઠવી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય તમામ અલ્પસંખ્યક સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરતા ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય થાય તેવી આશા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે લખ્યું છે ભારત શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે બંને દેશોની સંયુક્ત અપેક્ષાઓને પૂર્ણ કરવાની દિશામાં બાંગ્લાદેશ સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે.
Site Admin | ઓગસ્ટ 9, 2024 2:35 પી એમ(PM) | બાંગ્લાદેશ | મોહમ્મદ યૂનુસ