ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નોઈડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને ઉત્તરપ્રદેશ માટે કનેક્ટિવિટી પૂરી પાડશે:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, નોઈડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને ઉત્તર પ્રદેશ માટે કનેક્ટિવિટી પૂરી પાડશે અને લોકોનાં જીવનમાં સરળતા લાવશે.
સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર તેમણે જણાવ્યું કે, સરકાર સમૃદ્ધિ વધારવા ઉચ્ચ-ગુણવત્તા ધરાવતી માળખાકીય સુવિધા સુનિશ્ચિત કરવા અને કનેક્ટિવિટીની શક્તિનો લાભ લેવા અનેક પગલાં લઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગ્રેટર નોઈડામાં નિર્માણાધિન નોઇડા આંતરરાષ્ટ્રીય વિમાનમથકે ગઈ કાલે સૌ પ્રથમ વાર ફ્લાઇટનું ઉતરાણ થયું હતું, જેને વોટર કેનનથી ઔપચારિક સલામી આપવામાં આવી હતી.
દિલ્હીથી આવેલી આ ટ્રાયલ ફ્લાઈટમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ અને તકનીકી નિષ્ણાતો હતા. એરપોર્ટની સજ્જતા ચકાસવા માટે આ એક નિર્ણાયક પગલું હતું. વિમાનમથકથી પ્રથમ કમર્શિયલ ફ્લાઇટ એપ્રિલ, 2025માં શરૂ થવાની સંભાવના છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ