નૉર્વેની નૉબેલ સમિતિ આજે સાંજે અર્થશાસ્ત્રના નૉબેલ પુરસ્કારની જાહેરાત કરશે, જેમાં સરકારની ભૂમિકા, ધિરાણ અને સંપત્તિની અસમાનતાને સંભવિત દાવેદાર તરીકે જોવામાં આવશે. ગયા વર્ષે અમેરિકાના અર્થશાસ્ત્રી ક્લાઉડિયા ગૉલ્ડવિનને આપ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો હતો.
ભારતીય સમય અનુસાર બપોરે સવા ત્રણ વાગ્યાની આસપાસ પુરસ્કારની જાહેરાત કરાશે. વર્ષ 1969થી અત્યાર સુધી 93 નિષ્ણાતોને આ સન્માન મળ્યું છે. આમાં માત્ર ત્રણ મહિલાઓ છે. વર્ષ 2023માં ક્લાઉડિયા ગૉલ્ડવિન, વર્ષ 2009માં અમેરિકાની જ એલિનર ઑસ્ટ્રૉમ તેમજ વર્ષ 2019માં ફ્રાન્સીસ-અમેરિકી એસ્થર ડુફલોને અર્થશાસ્ત્રનો નૉબેલ પુરસ્કાર મળ્યો હતો.
Site Admin | ઓક્ટોબર 14, 2024 2:21 પી એમ(PM)
નૉર્વેની નૉબેલ સમિતિ આજે સાંજે અર્થશાસ્ત્રના નૉબેલ પુરસ્કારની જાહેરાત કરશે
