ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 19, 2024 2:21 પી એમ(PM) | નેશનલ હાઈવે

printer

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) આગળના કાચ પર FASTag નહીં ચોંટાડેલા વાહનો પાસેથી બમણો ટોલ ટેક્સ વસૂલશે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) આગળના કાચ પર FASTag નહીં ચોંટાડેલા વાહનો પાસેથી બમણો ટોલ ટેક્સ વસૂલશે.
સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, કાચ પર FASTagને ઇરાદાપૂર્વક ન લગાવવાથી ટોલ પ્લાઝા પર બિનજરૂરી વિલંબ થાય છે જેના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગના વપરાશકર્તાઓને અસુવિધા થાય છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે, આગળના કાચ પર FASTag ન લગાવવાના કિસ્સામાં બમણી યુઝર ફી વસૂલવા માટે એજન્સીઓને વિસ્તૃત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જારી કરવામાં આવી છે. હાલમાં, દેશભરમાં લગભગ એક હજાર ટોલ પ્લાઝા પર આશરે 45 હજાર કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે માટે વપરાશકર્તા ફી વસૂલવામાં આવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ