નેશનલ સ્ટૉક એક્સચેન્જ અને બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ આજે વાર્ષિક દિવાળી મુહૂર્ત વેપાર સત્ર યોજશે. આ વિશેષ સત્રની સાથે નવા કેલેન્ડર વર્ષ સંવત 2081નો પ્રારંભ થશે.
નેશનલ સ્ટૉક એક્સચેન્જની સૂચના અનુસાર, પ્રિ-ઑપન ટ્રેડિંગ સત્ર સાંજે પોણા છ વાગ્યે શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. જ્યારે સામાન્ય માર્કેટ ટ્રેડિંગ સાંજે 6 વાગ્યાથી સાત વાગ્યા સુધી ચાલશે.
ભારતીય શેરબજાર દિવાળીના દિવસે મુહૂર્ત વેપાર સત્ર યોજે છે, જે લગભગ એક કલાક સુધી ચાલે છે. રોકાણકારો અને વેપારીઓના રોકાણ માટે આ શુભ મુહૂર્ત માનવામાં આવે છે. દરમિયાન રોકાણકારો અને વેપારીઓ નવા નાણાકીય વર્ષ શરૂ થવા અંગે શેર અને સામાનની ખરીદી કરે છે.
Site Admin | નવેમ્બર 1, 2024 2:32 પી એમ(PM)