નેશનલ મીન્સ કમ-મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ પર નોંધણી શરૂ કરવામાં આવી છે.
શિક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, એક વખતની નોંધણી તેમજ શિષ્યવૃત્તિ માટે નવી અરજીઓ કરવા માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યુ છે. જે અંતર્ગત અરજી કરવાની છેલ્લી તારીખ 31મી ઓગસ્ટ છે.
ઉલ્લેખનીય છે કે, શિષ્યવૃત્તિ માટે અરજી કરવા માટે 14 અંકનો એક વખતનો નોધણી નંબર – ઓટીઆર જરૂરી છે. જે વિદ્યાર્થીઓએ અગાઉથી આ નંબર મેળવ્યો છે તેઓ પોર્ટલ પર સીધી અરજી કરી શકે છે.
Site Admin | જુલાઇ 3, 2024 10:01 એ એમ (AM)
નેશનલ મીન્સ કમ-મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ પર નોંધણી શરૂ કરવામાં આવી
