નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ‘કૃત્રિમ બુદ્ધિમત્તાના પડકારો’ વિષય આધારિત બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આજે સમાપન થયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રાલયના આંતરિક સુરક્ષાના વિશેષ સચિવ સુંદરી નંદાએ જણાવ્યું કે સાયબર સ્પેસ જટિલ બની રહી છે અને દેશમાં જટિલ રાષ્ટ્રીય માળખાની સુરક્ષા માટે સ્થાનિક ઉપાયોની જરૂર છે. વધુમાં તેમણે ઉમેર્યું કે વર્તમાન સમયમાં ડીપ ફેક, ખોટી માહિતી જેવા AI આધારિત ગુનાઓ ગંભીર પડકાર સાબિત થઈ રહ્યા છે. આ પ્રસંગે સંબોધન કરતા NFSUના કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસે જણાવ્યું કે AI-સંચાલિત ગુનાઓ અટકાવવા ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોરેન્સિક્સ’ આવશ્યક છે. ડૉ. વ્યાસે કાયદાના અમલીકરણ અને તપાસ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું સંચાલન કરતા વિષયો ઉપર વિશેષ વક્તવ્ય આપતા, AI સંબંધિત ઉપયોગ, પોલીસિંગ અને ફોરેન્સિક્સ અંગે મહત્ત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા હતા.
Site Admin | ઓક્ટોબર 18, 2024 7:41 પી એમ(PM)