નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી- NFSU ગાંધીનગરને પ્રતિષ્ઠિત ડેટા સિક્યુરીચી બાય એકેડેમિયા DSCI- 2024 એક્સેલન્સ એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ સાઇબર ક્રાઇમ્સ,સાયબર લો અને ડિજીટલ ફોરેન્સિકલ બાય એકેડેમિયા શ્રેણીમાં ક્ષમતા નિર્માણમાં શ્રેષ્ઠતામાટે એનાયત કરવામાં આવ્યો છે. NFSU એ આ નવી શ્રેણીમાં પ્રથમ વખત ભાગ લીધો હતો અને એવોર્ડ મેળવ્યો હતો. NFSU ના કુલપતિ પદ્મશ્રી ડો. જે. એમ. વ્યાસે કહ્યું છે કે, NFSUની સાયબર ક્રાઇમ તપાસના ક્ષેત્રે વિશ્વકક્ષાની ક્ષમતાઓમાં શ્રેષ્ઠતા માટે આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે,જે યુનિવર્સિટી માટે ગૌરવપૂર્ણ છે.
Site Admin | ડિસેમ્બર 7, 2024 7:25 પી એમ(PM)
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી- NFSU ગાંધીનગરને પ્રતિષ્ઠિત ડેટા સિક્યુરીચી બાય એકેડેમિયા DSCI- 2024 એક્સેલન્સ એવોર્ડ મળ્યો
