નેશનલ ગેમ્સમાં ગુજરાતને બીજો ગોલ્ડ મેડલ ટેકવોન્ડોની રમતમાં મળ્યો છે. ગુજરાતની ત્વીષા કાકડિયાએ ટેકવોન્ડોમાં શાનદાર દેખાવ કરતાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે રોનક પ્રજાપતિએ ટેકવોન્ડોનની પૂમ્સાઈ વ્યક્તિગત સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ગુજરાતની મહિલા ટેનિસ ટીમે સતત ત્રીજી નેશનલ ગેમ્સની ફાઇનલમાં પ્રવેશીને અનોખો ઇતિહાસ રચી દીધો હતો. હવે આજે ગુજરાતની ટીમ ગોલ્ડ મેડલ જીતવા માટે ઉતરશે. ગઈકાલે રમાયેલી સેમી ફાઇનલમાં ગુજરાતે 2-0 થી હરિયાણાની સામે જીત મેળવી હતી.
દહેરાદૂન ખાતે ચાલી રહેલી 38મી નેશનલ ગેમ્સની ફાઇનલ પ્રવેશ કર્યો હતો. ગુજરાતની ટીમ સતત ત્રીજી વખત ફાઇનલમાં પ્રવેશી છે.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 9:40 એ એમ (AM)
નેશનલ ગેમ્સમાં ગુજરાતને બીજો ગોલ્ડ મેડલ ટેકવોન્ડોની રમતમાં મળ્યો છે
