નેશનલ કો.ઓપ. ડેવલોપમેન્ટ કોર્પોરેશન, નવી દિલ્હી તથા નાબાર્ડનાં સહયોગથી દેશના ખેડૂતો સાથે પગભર થવા વિસનગર તાલુકાના ખેડૂતો દ્વારા શ્રી કાંસા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળીની નોંધણી કરવામાં આવી છે.
ખેડૂતોની આ સંસ્થાનો ઉદ્ઘાટન કાર્યક્રમ ગઈ કાલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ કૃષિમંત્રી રાઘવજી પટેલ તેમજ ઇફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સંસ્થા માં કુલ 460 ખેડૂત જોડાયેલા છે.
નાબાર્ડના ,ડી.ડી.એમ રાહુલ પાટીલે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા ખેડૂતોના સંગઠનને એકત્ર કરી દેશમાં 10,000 જેટલા FPO બનાવવાનો સરકારનો લક્ષ્ય છે, ત્યારે એક સહકારી અને એક કંપની એમ બે એફપીઓનું કાંસા ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું.
Site Admin | જાન્યુઆરી 9, 2025 9:33 એ એમ (AM)